સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 29 ડિસેમ્બર 2020 (09:32 IST)

AUSvIND Boxing Day Test Day-4: ભારતે 8 વિકેટથી જીતી બોક્સિંગ ડે ટેસ્ટ, શ્રેણીમાં કર્યુ કમબેક

ભારત vs ઓસ્ટ્રેલિયા લાઇવ ક્રિકેટ સ્કોર: બોક્સીંગ-ડે ટેસ્ટના ચોથા દિવસે, ઓસ્ટ્રેલિયન ટીમ તેની બીજી ઇનિંગમાં 200 રનમાં  પેવેલિયન ભેગી થઈ ગઈ. ભારતને હવે બીજી ટેસ્ટ જીતવા માટે 70 રનનો લક્ષ્યાંક મળ્યો છે. નવોદિત મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ લીધી હતી. બુમરાહ-અશ્વિન અને જાડેજાને ભાગે 2-2 વિકેટ આવી. ઓસ્ટ્રેલિયા તરફથી કેમેરોન ગ્રીન સૌથી વધુ 45 રન બનાવ્યા.

Live updates 

-15.5 ઓવરમાં અજિંક્ય રહાણેના સિંગલ રન સાથે ભારતે મેલબોર્ન ટેસ્ટ પોતાને નામ કરી લીધી છે.  ભારતે 8 વિકેટે જીત નોંધાવતા  શ્રેણીમાં 1-1ની બરાબરી કરી છે.  શુભમન ગિલ 35 અને અજિંક્ય રહાણે 27 રન બનાવીને નોટ આઉટ રહ્યા. 

- 10 ઓવર પછી, ભારતનો સ્કોર 42/2. શુબમન ગિલ 25 અને અજિંક્ય રહાણે 9 રન બનાવીને રમી રહ્યો છે. ભારતને જીતવા માટે 28 રનની જરૂર છે. આ બંને વચ્ચે 23 રનની ભાગીદારી થઈ છે.

- મયંક અગ્રવાલ પછી ચેતેશ્વર પૂજારા સાથે પણ સસ્તી ડીલ કરવામાં આવી છે. પૂજારા  કેમરૂન ગ્રીનને કેચ આપીને પેટ કમિન્સની ઓવરમાં માત્ર ત્રણ રને આઉટ થયા. કેપ્ટન અજિંક્ય રહાણે ઓપનર શુબમન ગિલ સાથે ક્રીઝ પર આવ્યો છે.

- મયંક અગ્રવાલ ફરી એકવાર નિષ્ફળ ગયા. મયંકે મિશેલ સ્ટાર્કની 5 રન બનાવી ટિમ પેઇનને કેચ આપ્યો હતો. ભારતે પ્રથમ વિકેટ 4.2  ઓવરમાં 16 રનના સ્કોર પર  ગુમાવી દીધી. શુભમન ગિલ ક્રીઝ પર છે. ભારતને જીતવા માટે 54 રનની જરૂર છે, જ્યારે તેની પાસે 9 વિકેટ છે.
 
 
ભારતીય ટીમને ભલે 70 રનનો લક્ષ્યાંક મળ્યો હોય, પરંતુ બેટ્સમેન આ  ટારગેટને  હળવાશથી નહીં લે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયન બોલરોએ આ બેટિંગ લાઈનને 36 રનમાં જ સમેટી દીધી હતી. ઓસ્ટ્રેલિયામાં બોલ ઉછેળવાથી મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડની બોલિંગ વધુ ખતરનાક બની જાય છે.

ઓસ્ટ્રેલિયાનો ત્રીજો સૌથી નિમ્ન સ્કોર